international women's day- આંતરાષ્ટ્રીય સ્ત્રી દિવસ.
આજે આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસે માતૃ ભાષા માં બ્લોગ અતાર્થ રોજનીશીચિત્રણન.
સ્ત્રી એ એક દરેક ના જીવન નું એક એવું જીવન પાત્ર (characters) કે જેના વગર દરેક નું જીવન જાણે મૌન એકાંકી નાટક જેવું છે, જીવન ના રંગમંચ પર કથાકાર પણ સ્ત્રી છે, લેખક પણ સ્ત્રી છે, અને જેના વગર જીવન જીવનાર દરેક પાત્ર (માણસ) નો અભિનય અધૂરો છે. પહેલા દીકરી,બહેન,માં , પત્ની, દાદી પરિવાર સ્ત્રી વગર કલ્પવો અશકય છે.
સ્ત્રી એ સમાજ એક એવું પાત્ર (container) જે બધી જ ભાવના,વસ્તુ,સબંધ ને પોતાના ની અંદર સમાવી લે છે અને જેના વગર આ સંસાર નું સજીવન રહેવું અશક્ય છે, સ્ત્રી એ એક એવો દોરો જે સમાજ ના દરેક મણકા ને માળા માં પરોવી ને રાખે છે.
ઘણા સમય થી સંભાળવા માં આવે છે કે સ્ત્રી "પુરુષસમોવડી"..
હું કહેવા માંગીશ કે "સ્ત્રી" આગળ "પુરુષ શું વળી??".
સ્ત્રી ને પુરુષસમોવડી એટલે કે પુરુષ સમાન માનવા અને ગણવા માટે જાણે સમાજ માં ના કોઈ વર્ગ એ જાણે સમાજ નું ધ્યાન પોતાના તરફ ખેંચવા અને સ્ત્રીઓ ના મન માં હીન ભાવના ઊભી કરવા માટે ઊભો કરેલો કારસો...
કદાચ આપણ સવ ઇતિહાસ ચૂકી ગયા છે, નજીક ની વાત કરું તો "ચરણા કન્યા - ચોર ધુતારા ઊભો રહેજે, ગીર ના કૂતા ઊભો રહેજે, શ્રી ઝવેરચંદ મેઘાણી આંખ સામે અનુભવેલું દ્ર્શ્ય જયાં ૧૪ વર્ષ ની ચારણ ની દીકરી વનરાજા સિંહ સામે ત્રારાડ પડી ને એને ઊંધી પૂંછ ભગવે છે"
"સ્ત્રી - સાવિત્રી ,જે પોતાના પતિ નો જીવ બચાવા યમરાજા ને પણ એના જ્ઞાન ,ચરિત્ર્ય ના પ્રભાવ અને શુદ્ધતા થી એના ભરથાર ના પ્રાણ ને પાછા કરે છે"
" સંસાર માં પાપ નું હરણ કરવા ને દુષ્ટો ને મારવા નિયમિત રૂપે અને સામે સ્ત્રી આદ્ય શક્તિ નું રૂપ લે છે"
આજ થી ૧૦૦૦૦ વર્ષ પહેલાં પણ જોઈએ તો ઇજિપ્તીયન સભ્યતા માં સ્ત્રી અને પુરુષ માં કોઈ ભેદ ભાવ કરવા માં આવતો ન હતો,સર્વે ને સમાન હક અને સમાન સત્તા હતી.
"જનની ના ખોડા માં પોઢણતા પોઢણતા પીધો કંસુબી નો રંગ, માં ના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ"
"નારી ના વર્ણન કરવા માં તો ગ્રંથ લાખો તો પણ ઓછા પડે"
"નારી તું નારાયણી"
Comments
Post a Comment